Notice: Undefined variable: page in /home/wyzmuvcmer0h/public_html/index.php on line 83
Shree Swaminarayan Temple, Los Angeles

ISSO Shree Swaminarayan Temple - Los Angeles

Under Shree Nar Narayan Dev Gadi


Notice: Undefined variable: page in /home/wyzmuvcmer0h/public_html/index.php on line 162
Swaminarayan Parcha - Kalupur Divine Parcho

From around 5.00am (IST) on Monday 7th June, Satsangis began noticing beads of water form on the murti of Shree Balswaroop Ghanshyam Maharaj. Right from the forehead, trickling onto Ghanshyam Maharaj’s face and onto His Chest and arms. Hundreds of devotees were elated to see such a miracle taking place. His Holiness Acharya 1008 Shree Koshalendraprasadji Maharaj and His Holiness Lalji Maharaj 108 Shree Vrajendraprasadji Maharaj also arrived to have this divine darshan. This remainder that this is not just an idol, but Pratyaksh Bhagwan himself.

અમદાવાદમાં ભગવાનની મૂર્તિને પરસેવો

અમદાવાદના નરનારાયણદેવ દેશ ગાદીના કાળુપુર-સ્વામિનારાયણ મંદિર ખાતેના અક્ષરભુવનમાં બિરાજિત બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઉપર સોમવારે સવારે જળ બિંદુઓ દેખાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલો આ નજારો લગભગ સવારે ૧૦.૩૦ સુધી ચાલ્યો હતો. વરસતા વરસાદમાં પણ લોકો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજે પણ આ નજારો જોયો હતો.

આ જળ બિંદુ દેખાયાના સમાચાર હરભિકતોના મોબાઇલ અને એસ.એમ.એસ. મારફતે વાયુવેગે શહેરમાં ફેલાતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા. બપોરે ૧૨ વાગ્યે મંદિર બંધ થયું છે પરંતુ સાંજે ૪ વાગ્યે મંદિર ખુલતા મોટી સંખ્યામાં હરભિકતો મંદિરે ઉમટી પડે તેવી પણ શક્યતા છે.

આ અંગે પ્રત્યક્ષદર્શી હરભિકત રતિભાઈ પટેલે જણાવ્યું કે જાણે અમને એવું લાગ્યું કે ભગવાનને ગરમી થઇ હોવાથી આ પ્રસ્વેદ બિંદુઓ પડ્યા અને તરત જ થોડીવારમાં વરસાદ થયો. એટલે ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે જ વરસાદ થયો હોય એવો આનંદ અમે અનુભવ્યો છે.

જ્યારે સમગ્ર ઘટના અંગે નરનારાયણદેવ દેશ ગાદીના સંત- શાસ્ત્રી નિર્ગુણદાસજીએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે સવારે પાંચ વાગ્યે મંદિર ખુલતા બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજની મૂર્તિ ઉપર આ જળ બિંદુઓ જોવા મળ્યા હતા અને બિંદુઓની મોટી સંખ્યામાં દેખાતા હતા. આવું થતા જ ભકતોને લાગ્યું કે ભગવાનને ગરમી બહુ થતી લાગે છે ત્યારે સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી હતી. ત્યારબાદ તરત જ પાંચ મિનિટના સમયગાળા બાદ વરસાદ વરસ્યો હતો. અને લોકોએ લાગ્યું હતું કે હવે ભગવાનને ઠંડક થઇ જશે.

  • મૂર્તિ પરના જળ બિંદુઓ જોવા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થીઓ ઉમટયા
  • સવારે ૫ વાગ્યે શરૂ થયેલો નજારો ૧૦.૩૦ વાગ્યા સુધી જોવા મળ્યો
  • મોબાઇલ, એસ.એમ.એસ.થી સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાયા
  • સાંજે ૪ વાગ્યે મંદિર ખુલતા પણ ભીડ જામે તેવી શક્યતા

તેમણે કહ્યું કે ઉલ્લેખનીય છે કે નરનારાયણ દેવ દેશ ગાદીના આચાર્ય જ્યારે પણ અમદાવાદ હોય ત્યારે દરરોજ અચૂક અમદાવાદના મંદિરે સવારે ૮ વાગ્યે થતી શણગાર આરતીમાં અચૂક હાજર હોય છે. તે જ ક્રમ અનુસાર આજે તેઓ અમદાવાદ હાજર હતા અને તેમણે પણ આ જળ બિંદુઓ નીહાળ્યા હતા. સાથે લાલજી મહારાજ વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજ પણ ઉપસ્થિત હતા.

આ સાથે મોટી સંખ્યામાં સંતો અને હરિભકતો, બહેનોએ પણ આ નજારો જોયો હતો. બપોરે ૧૨ વાગ્યે જ નિયત સમયે મંદિર બંધ થયું હતું અને સાંજે ૪ વાગ્યે મંદિર ખુલ્ય બાદ પણ મોટી સંખ્યા માં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા.

Balswarup Ghanshyam Maharaj Parcha from Shree Swaminarayan Mandir, Kalupur

Kalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling DownKalupur Ghanshyam Maharaj Parcha - Maharaj Sweating and Cooling Down Kalupur Ghanshyam Maharaj